कृष्णवेदा લોગો શું દર્શાવે છે?

कृष्णवेदा નો લોગો કૃષ્ણના દિવ્ય જીવનને દર્શાવે છે જે બતાવે છે કે આજના સમયમાં પણ દિવ્ય જીવન જીવી શકાય.

कृष्णवेदा શા માટે?

આજના સમયમાં મનુષ્ય જીવનમાં ત્રણ મોરચે લડવું પડે છે. એક ઝેરી હવા, પાણી અને ખોરાક, બીજું, સતત માનસિક તણાવ અને ત્રણ પોષક તત્વો ની ઉણપ અને ઘટ્ટ. આ ત્રણેય એવી બાબતો છે જેના પ્રત્યે મનુષ્ય સમયસર જાગૃત ન થાય તો વિવિધ રોગો જેમ કે કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ, સ્કિન ના રોગો, ફેફસા ના રોગો અને આંતરડાના રોગોનો ભોગ બને છે.

ભેળસેળયુક્ત અને કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ યુક્ત ખોરાકના યુગમાં વિવિધ રોગો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે कृष्णवेदा – Divine & Pure, Envitro Laboratories Group of Companies નો એક પ્રયાસ છે , વિશ્વમાં મનુષ્ય જીવન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો.

Image-HasTech
कृष्णवेदा ટીમ શું કરે છે ?

कृष्णवेदा એ સ્વાસ્થ્ય, પર્યાવરણ અને જીવન પ્રત્યે જાગૃત લોકો અને સજીવખેતી , કેમિકલમુક્ત ઉત્પાદન અને પ્લાસ્ટિક ફ્રી અને પ્રકૃતિ આધારિત ઉત્પાદનો કરનાર નાના ખેડૂતો, ઉત્પાદકો, ગૃહઉદ્યોગકારો ની વચ્ચે જોડતી કડી છે.

कृष्णवेदा ની ટીમ સતત એવા લોકો ને શોધે છે જે નાના ખેડૂતો હોય, નાના ઉત્પાદકો હોય પરંતુ પ્રામાણિક શુધ્ધતા અને કેમિકલ મુક્ત ઉત્પાદનો ના આગ્રહી હોય એની કાયમી ધોરણે કોઈ પણ મનુષ્ય ને જાણતા અજાણતા નુકશાન ન થાય તેવી વૃત્તિ ધરાવતા હોય- આવા લોકો ને कृष्णवेदा ની ટીમ લેબોરેટરી પરીક્ષણો, વ્યક્તિગત counselling અને ખેતર, ગૃહ ઉદ્યોગ વગેરે નું સમયે સમયે inspection કરી ને તેની પ્રોડક્ટ ને નિયુક્ત કરે છે અને સ્થાન આપે છે. कृष्णवेदा ની Ecommerce Website માં, જે online ખરીદ કરી જાગૃત ગ્રાહકો ઘરે બેઠા મંગાવી શકે છે. આ પ્રોડક્ટસ - લેબ પરીક્ષણ રિપોર્ટ, મટીરીયલ સેફ્ટી, ડેટા શીટ અને પાકા બિલ સાથે જ સપ્લાય થાય છે. આ ઉપરાંત कृष्णवेदा ની ટીમ વીડિયો ચેનલ દ્વારા અને Facebook અને Instagram Post દ્વારા લોકો માં દિવ્યજીવન તરફ વળવા જાગૃત કરે છે અને પ્રોડક્ટ ની માહિતી સતત આપે છે.

Image-HasTech
દિવ્ય જીવન માટે શું કરી શકીએ?

ગાયનું ચિત્રણ દર્શાવે છે કે, ગાય આપણી માતા છે અને ગૌ આધારિત ખેતી દ્વારા ઝેરમુક્ત અને સ્વાસ્થ્યવર્ધક અન્ન અને વનસ્પતિ ની ખેતી થઇ શકે. કમલ નું પુષ્પ તાજાપણું સુચવે છે. માખણને હાથમાં દર્શાવેલ છે જે શુદ્ધ ખોરાક દર્શાવે છે. માટીની મટુકી પ્લાસ્ટિક મુક્ત અને Down to Earth રહેવા સૂચવે છે. જે પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ જેવા નુકસાનકારક પદાર્થોને બદલે માટી, લાકડું, કાચ વગેરે વાપરવા સૂચવે છે. ઘરમાં Household items અને બાળકો ના Toys વાંસ અને લાકડાના વાપરવા સૂચવે છે.

વાંસળી નુ ચિત્ર ધ્યાન યોગમાં રહેવા અને સ્વયં ને આધ્યાત્મિક તરફ લઈ જવા, સૌ લોકો પ્રત્યે પ્રેમ ભાવ દર્શાવવા અને Spiritual Life જીવવા સૂચવે છે. લોગોમાં વિવિધ જડીબુટ્ટીઓનું ચિત્ર આયુર્વેદિક અને શંખ જે sound heading એટલે કે પ્રાકૃતિક ચિકિત્સા (Naturopathy) દર્શાવે છે. આ રીતે દિવ્ય જીવન જીવવાની શરૂઆત કરીશું તો ભગવાન કૃષ્ણના ચરણોમાં જરૂર સ્થાન મળશે. આ બાબત ભગવાન કૃષ્ણના ચરણનું પ્રતીક ચિત્રથી થાય છે. ઉપરોક્ત લોગોમાં લીલા રંગનું પીછું સમસ્ત જીવનને વનસ્પતિ આધારિત અને હિંસારહિત બનાવવા પ્રોત્સાહિત કરે છે.

Need HELP?

We are here to help you...